Categories
Articles

તત્વમસિ

તત્વમસિ

તત્વમસિ. હમણાં ઘણાં સમયથી કોઈ ફિકશન વાંચવાની ઈચ્છા નહોતી એટલે એ જેનરનું  કોઈ પુસ્તક  પણ હાથમાં નહોતું લીધુ. પરંતુ  વાંચવાનું તો ચાલુ જ હતું. દરમિયાન  રેવા ફિલ્મ  વિશે વાત ચાલી. ગુજરાતી  ફિલ્મો  હાલમા ઓછી જોવી ગમે છે. જોકે કોઈ પણ  ભાષાની ફિલ્મો  ટ્રેલર જોઈને જ નક્કી કરતો હોઉ છું જોવી કે નહી. એ જ કારણોસર મેં રેવા તરફ ધ્યાન નહોતું આપ્યું. બાદમાં મિત્રોની માઉથ પબ્લીસીટીને પગલે  ધ્યાન ગયુ. ફિલ્મ આજની તારીખે પણ નથી જોઈ. પરંતુ  રેવાની વાત કરતાં  કરતાં ફિલ્મની વાર્તા અંગે ચર્ચા થઈ. બાદમાં  ફિલ્મ  બુક પરથી બની છે એવી વાત જાણવા મળી. બુક નામ પડતાં જ કાન સરવા ને આંખો પહોળી થઈ જાય છે. ભલે પછી એ  વાચુ કે નહી!

વિષયાંતર થાય એ પહેલાં સીધી વાત રજુ કરું છું.

ઓફીસમાં બેઠાં  બેઠાં  જ રેવા જે બુક પરથી  બની એની શોધ કરી અને મળી ગઈ. તત્વમસિ. તત્વમસિ વાચવાની શરૂઆત કરી. શરૂઆત મને હંમેશા  બોરીંગ લાગે છે. આ કિસ્સામાં પણ એ જ થયું. પણ જેમ જેમ વાંચતો ગયો એમ એમ મજા આવતી ગઈ. હા, લિટરલી “મજા આવતી ગઈ”.  તત્વમસિ હવે રોજ  થોડી થોડી વાચુ છુ ત્યારે નાનપણમાં ગરમ ગરમ રોટલી ઉતારતાં મમ્મીએ બનાવેલો ચુરમો  ખાતો હોઉ કે ગર્લફ્રેન્ડ ચમચી  વડે આઈસક્રીમ  ખવડાવતી હોય  તેવી લાગણી  થાય છે.

ક્યારેક ન વાંચુ તો વાંધો નથી આવતો પણ વાંચવા  બેસુ ત્યારે એક સાથે ઘણાં  ચેપ્ટરો પતી જાય છે. કોઈ ફિલ્મ જુઓ કે પુસ્તક વાંચો ત્યારે એક ભાર મગજમાં  રહેતો હોય છે એ પતી ગયા પછી. આમાં એવુ કશુ નથી. કોઈ જ પ્રકારનાં ભાર વગર ઝીણી ઝીણી  માહીતી  ધ્રુવ ભટ્રે પીરસી દીધી છે. વાંચતી વખતે જાણે  કેરીનો રસ પીતો હોઉ એવુ થયા કરે છે. ડોપામાઈનમાં નહાતો હોઉં  એવુ લાગ્યા કરે છે.

ભટ્ટ સાહેબે પુસ્તકમા એવી સૃષ્ટી રચી છે કે જંગલો, નદી, આશ્રમ કે અન્ય સ્થળે  કથાના પાત્રોની  સાથે હું જાતે હાજર હોઉં એવુ લાગ્યા કરે છે. અત્યારે કદાચ અડધા  પુસ્તકે  પહોંચ્યો  છું ત્યારે આવી લાગણી  થઈ રહી છે.  પુસ્તક પુરુ થયે એ બરકરાર રહેશે કે નહી એ ખબર નથી. પણ લખવાની ઈચ્છા થઈ તો લખી નાખ્યું. આવું કદાચ એટલા માટે પણ થતું હોય કારણ કે રેવા પ્રત્યે માન છે અહોભાવ છે અને હમણાંથી પરિક્રમા કરવાની ઈચ્છા પણ ઉછાળા મારી રહી છે.

આખું પુસ્તક પુરુ  થયા પછી  કદાચ ફરીથી  લખીશ,  તત્વમસિ વિશે. હાલ પુરતુ આટલુ઼ જ.

આભાર શંખનાદનો કે જેમણે આ પુસ્તક વાચકો માટે ઇન્ટરનેટ ઉપર ઉઘાડું કરીને મૂકી દીધું છે.

આ સાથે કોઈ વાંચવું હોય તો લિંક મૂકું છું: http://www.aksharnaad.com/2018/05/15/tatvamasi-6/

લેખક ધ્રુવ ભટ્ટ. (ઈમેજ: ગુગલ)

By Sarthi M Sagar

Motorcycle Rider | Adventurer | Journalist | Read Think Rethink

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.