Categories
Articles

પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નાલેશી

IndianAirStrike

This article was written before many days but for some reasons couldn’t upload.

એરવિન્ગ કમાન્ડર અભિનન્દનને છોડવાની વાત કરીને પાકિસ્તાને પોતાની છ્બી સુધારવાના પ્રય઼ત્ન કર્યા હતા. પરંતુ તે સદંતર નિષ્ફળ રહ્યા. “જિનિવા કન્વેન્શન” ને બદલે અભિનન્દનને મુક્ત કરવા ઇમરાનખાને  “પિસ જેસ્ચર”નો રાગ આલાપ્યો. એ સાથે જ પાકિસ્તાનના ગૃહમા તેમની વાહ વાહ થઇ. અગાઉ પણ કેટલાક યુદ્ધ કેદીઓને પાકિસ્તાને છોડવાની ફરજ પડી જ છે તેમ છતાં જશ ખાટવા માટે “શાંતિ” શબ્દનો આશરો લઈને ઇમરાને અન્ય દેશોની સિમ્પથી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. એ પછી બેશરમ પાકિસ્તાનીઓએ ઇમરાનખાનને આ પગલાં માટે શાંતિનો નોબલ પુરસ્કાર મળવો જોઈએ તેવી વાહિયાત માંગણી કરી હતી. ‘કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના.’

પ્રજાને કંઈક સારું કરીને વહાલા થવા જતા પાકિસ્તાને જીનીવા કન્વેશનની કેટલીક શરતોનો પણ ભંગ કર્યો છે. કુલભુષણની માફક અભિનંદનનો પણ વિડીયો ઉતારીને વાઇરલ કરવામાં આવ્યો હતો. થનગનભૂષણ પાક પ્રતિનિધિઓ ભૂલ પાર ભૂલ કરી રહ્યા છે. ગણતરીપૂર્વક લેવામાં આવતા દરેક પગલાં તેમની વિરુદ્ધના સાબિત થઇ રહ્યા છે

બીજી તરફ 1969થી અસ્તત્વમાં આવેલા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કંટ્રી(OIC)માં પણ ભારતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલા તણાવનો લાભ ખાટવા અને OICનો કાશ્મીર મુદ્દા ખાતર ઉપયોગ કરવા માટે ભારતને બાકાત કરવા કહ્યું હતું. જો કે ભારત તરફથી સુષ્મા સ્વરાજે આ મિટિંગમાં હાજરી આપી હતી. જયારે પાકિસ્તાનની ગેરહાજરીથી કોઈને ઝાઝો ફરક પડ્યો હોય એમ લાગતું નથી.અગાઉ 1969માં પાકિસ્તાનની અવળચંડાઇને કારણે OIC એ ભારતને આપેલું આમંત્રણ રદ્દ કરતા ભારતીય પ્રતિનિધિ મંડળે પરત ફરવું પડ્યું હતું.

Target for strike. PC: Internet

પાકિસ્તાનનું F 16 નામનું અદ્યતન ફાઈટર પ્લેન આપણા મીગ 21 દ્વારા તોડી પાડવામાં આવ્યું. આપણે કસ્ટડીમાં રહેલા પાયલોટને દેશમાં પરત લાવવામાં સફળ રહ્યા છીએ. જયારે પાકિસ્તાન હજુ સુધી કઈ પણ બન્યાનો જ ઇનકાર કરે છે. કેટલાક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પાયલોટને ભારતીય સમજી સ્થાનિક પાક પ્રજાએ જ મોતને ઘાટ ઉતારી દીધો છે. સમગ્ર ઘટનાને પાકિસ્તાને ભારતીય એરસ્ટ્રાઇકના જવાબ રૂપે રજુ કરી છે. જો કે તેને ઉલમાંથી ચુલમાં પડવા જેવું થયું છે. F16 ફક્ત આતંકવાદને ખતમ કરવા માટે વાપરવામાં આવશે એ શરતનું ઉલ્લંઘન કરતા અમેરિકા હવે પાકનો ઉધડો લેવાની તૈયારી કરી રહ્યું છે.
અન્ય રીપોર્ટો અનુસાર એર સ્ટ્રાઇક થયાના આંગળીના વેઢે જ ગણી શકાય એટલા દિવસોમાં પાકમાં એકાએક મોંઘવારી વધી ગઈ છે. પાક સરકારે તેલના ભાવો વધારવાની ફરજ પડી છે. જમ્મુ-કાશ્મીર માટે હઠ લઈને બેસેલા પાક બલુચિસ્તાન ન ગુમાવી દે એ માટે ત્યાં પણ દમન ગુજારે છે. જેની સામે સ્થાનિક બલૂચીઓ જંગે ચઢ્યા છે અને બાંગ્લાદેશની માફક એ પણ મોડે વહેલું અલગ થવાની શક્યતાઓ છે.

By Sarthi M Sagar

Motorcycle Rider | Adventurer | Journalist | Read Think Rethink

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.