Categories
Articles Story Underworld

અબ્દુલ કરીમખાનથી કરીમલાલા સુધી…

બધાનું અનુમાન હતું કે અબ્દુલ કરીમ ખાન 30 ના દાયકાની શરૂઆતમાં મુંબઈ આવ્યો હતો. જોકે પાકી માહિતી કોઈ પાસે નથી. શરૂઆતમાં જુગારના અડ્ડા ચલાવતા કરીમ ખાનની આવક અચાનક વધી ગઈ. જુગારના અડ્ડા ઉપર જુગારીઓની સંખ્યા વધતા મારામારી અને અન્ય બનાવ બનવાના જ હતા. જે બન્યા. વારંવારના બનાવોને કારણે પોલીસની જુગારના અડ્ડા પર મુલાકાતો વધી ગઈ. જેના કારણે તે પોલીસના સંપર્કમાં આવ્યો. પોતાને ત્યાં આવતાં જુગારીઓને કરીમખાને જ વ્યાજે રૂપિયા આપવાનું શરૂ કર્યું.

નાણાં ધીરવાનું કામ ત્યારે લાલા કરતા. એ રીતે તેનું નામ કરીમલાલા પડી ગયું. બાદમાં મેટર સોલ્વ કરવાનું અને ખોલી (ઓરડી) ખાલી કરવાનું કામ પણ કર્યું.

એ વર્ષોમાં મિલકતો 9 થી 99 સુધી ભાડા પટ્ટે લેવાતી. અમુક વર્ષો બાદ કિંમત વધતા મૂળમાલિકને રૂપિયા મેળવવાની લાલચ જાગતી. ક્યારેક કરાર પત્યા બાદ પણ ભાડુઆત મિલકત ખાલી ન કરતા ત્યારે કરીમલાલા ની મદદ લેવાતી. પ્યોર પઠાણી પોશાક પહેરીને ખૈબર પખતુનથી આવેલા કરીમ લાલાએ હવે સફારી પહેરવાનું શરૂ કર્યું હતું. એ મોંઘી સિગરેટ અને સિગાર પણ પીતો. પોતાના કામના કારણે સમગ્ર મુંબઈ શહેરમાં તેનું નામ બન્યું હતું.

પાર્ટીઓમાં તેને લોકો હવે મોંઘી સિગારેટ તથા સિગાર પેશ કરતાં. એક પાર્ટીમાં કોઈએ તેને એક કીમતી લાકડી પેશ કરી. કરીમ લાલા એ “હજુ મારામાં તાકાત છે. હું ખૂબ ચાલી શકું છું. મારે લાકડીના ટેકાની જરૂર નથી” તેમ કહી તે લેવાની ના કહી હતી.

તેના નજીકના લોકોએ તેને એમ ન કરવાની સલાહ આપી અને કહ્યું “એના કારણે તમારી પર્સનાલિટી વધી જશે.” કરીમલાલાએ તેમની વાત માની અને ખરેખર લાકડીના કારણે તે વધુ પ્રભાવશાળી લાગતો હતો. પાર્ટીઓમાં જે સોફા ઉપર લાકડી હોય ત્યાં કોઈ બેસવાની હિંમત ન કરતું. મસ્જિદમાં નમાજ બાદ જો લાકડી ભૂલી જાય તો પણ કોઈની હિંમત નહોતી કે તેને કોઈ સ્પર્શી શકે.

સ્ટિક નો પ્રભાવ એવો થયો કે કરિમલાલા ના બે માણસોના કહેવા ઉપર મકાન કે જમીન ખાલી કરાવવા માટે તે પોતાની લાકડી મોકલતો. જે તે મિલકતમાં તે મૂકી દેવાતી અને પ્રોપર્ટી કોઈ પણ મહેનત વગર ખાલી થઈ જતી.

ડોંગરી ટુ દુબઈમાંથી

By Sarthi M Sagar

Motorcycle Rider | Adventurer | Journalist | Read Think Rethink

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.